#AJ #MATRUBHARTI

*પતંગ... ( પતંગ - સંબંધ )*

લાગણી ભીનો પતંગ આ મારો,
પૂછડિયો પાછો આભલાં વાળો.
કિન્ના બાંધી મેં તો હેતના દોરથી,
તોય શાને મારો પતંગ કપાયો ?

કંકાશ કેરી પેચ હું કદી ના લડાવું,
નમન બાંધી કાયમ નમતો જ રાખું.
રાખ્યો ભીડથી મેં અલગ અટૂલો,
તોય શાને મારો પતંગ કપાયો ?

સમજાવ્યો એને ઘડીએ ઘડીએ,
વિશ્વાસે બાંધી ગુલાંટ ના મારીએ.
સ્થિર બની જોને ચગતો આભલે,
તોય શાને મારો પતંગ કપાયો ?

ભૂલ મારી મેં કર્યો આ અખતરો,
નામ દઈ સંબંધનું બનાવ્યો મારો!
ગયો દૂર થયો આંખોથી ઓઝલ,
કદાચ, આ દુરી થકી એ કપાયો .

લાગણી ભીનો પતંગ આ મારો,
પૂછડિયો પાછો આભલાં વાળો.
હેત તણો માંજો હતો મારો પાક્કો,
તોય શાને મારો પતંગ કપાયો ?

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#પતંગ #lagninopaheloahesaseprem #kajalozavaidyafansclub #relationship #milanvlad1 #kites

Gujarati Good Morning by Milan : 111070923
Milan 5 years ago

કશેક સાંભળ્યો હશે

Shefali 5 years ago

to AA Eno dialogue kyathi આવ્યો???

Milan 5 years ago

bilkul nai joto bigboss vada ame

Shefali 5 years ago

તારક મેહતા ઓછું જો...અને તું મંડળી ...હા હા હા

Milan 5 years ago

आभार शेफाली.... मंडली आभारी आहे

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now