સાચું કહ્યું તે તું એકસ્પેકટેશન ના રાખીશ મારાથી,
પોતાનાઓએ જ સમજ્યા નહિ
ક્યાં સમજી શકીશ મને તું,..

સાચું કહ્યું તે હું વિશ્વાસ નહિ મુકું તારા પર,
જેના પર કર્યા એને જ તો શ્વાસ તોડ્યા છે,...

સપના જોવા જતા તો હકીકતે લાત મારી છે,
તારા ને મારા કિસ્મતે એકસાથે તો આંખ મારી છે...

હોઈશ હું જરા પણ હાસ્યનું મોજું,
દિલ દરિયો બનાવવાનું રાખું છું હું ગજું...

શબ્દોને મારા પકડીને ક્યાં સુધી ચાલીશ તું,
ખબર નહિ ક્યારે પેટ પકડી હસાવીશ તું!

પળના કલાકમાં ને આંખોના પલકારમાં,
જોવા નહીં મળે તું દિવસના ઉજાસમાં,...

સાચું કહ્યું તે તું એકસ્પેકટેશન ના રાખીશ મારાથી,
પોતાનાઓએ જ સમજ્યા નહિ,
ક્યાં સમજી શકીશ મને તું,...

Gujarati Romance by Panchal Jignesh : 111060446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now