કોઈને ઝુકવાનું નહીં ફાવે..

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે.
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય,
લેશું જન્મ બીજો, કોઈને ઝુંકવાનું નહીં ફાવે.

લડી લઈશું સામી છાતીએ કુરુક્ષેત્ર ને લંકાએ,
મંથરાવૃત્તિ થી કોઈ નાં કાન ફૂંકવાનું નહીં ફાવે.

કર્ણ જેમ ઋણ ફેડીશ ,સામે હશે ઈશ તો ય,
જે થાળીમાં ખાધું ત્યાં છેદવાનું નહીં ફાવે.

કળિયુગે કર્મ,પરહિત ને નામ રામ નું ઘણું,
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે.

વંશજ છું તુલસી,કબીર,નરસિંહ ને મીરા નો,
કલમ વેચી ને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે.

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે,
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

Gujarati Motivational by Digvijaysinh : 111045708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now