અંદર થોડું અજવાળું કરીયે
અંધારાનું મોઢું કાળું કરીયે

એક કૂવો છલકે ભીતરમાં
તેમાં બહાર થાળુ કરીયે

અરસપરસમાં વહેંચીને
સુખ દુઃખને સુંવાળું કરીયે

વરસાવી પ્રેમ સૌ પ્રત્યે
સ્નેહીજનોનું જાળું કરીયે

'હોશ' ખુદના સંભાળીને
પ્રભુને જરા કૃપાળું કરીયે

- શ્રેયસ ત્રિવેદી

કાવ્યા,બીના,શ્રેયસ અને ત્રિવેદી પરિવાર તરફથી દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ???.

#diwali #happiness #light #family #hoshnama #matrubharti

Gujarati Shayri by Shreyas Trivedi : 111045327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now