સજનવા દિવાળી આવી.....! ( ઊર્મિ કાવ્ય )

@ વિકી ત્રિવેદી

તમે આવ્યા નહિ આખું વર્ષ એકલતા રહી ,
આંસુ લુછવા તમારો એક રૂમાલ મોકલો !
જુવો પરદેશથી પણ લોકો આવી ગયા છે ,
સજનવા દિવાળી આવી એક ટપાલ મોકલો !

કોઈ ઝઘડનાર નથી તેથી ઘર ભેંકાર લાગે છે ,
કોઈ બહાનું કરીને નવીનવી બબાલ મોકલો !
કોઈ પૂછનાર નથી એટલે ખામોશ થઈ છું ,
તમારા પત્રમાં હવે એક બે સવાલ મોકલો !
સજનવા દિવાળી........!

મારી છોડો હું તો લખીને ઉભરો ઠાલવી દઉં,
કેવા છે ? લખીને તમારા હાલચાલ મોકલો !
હું એ જ રીતે સવાર સાંજ શાંત રહું છું હજુ,
તમારે હરેક કામમાં થાય છે એ ધમાલ મોકલો !
સજનવા દિવાળી........!

ઢગલા બંધ કવિતા લખી હશે મારા માટે તમે ,
લાવો તમારી કલમની બધી કમાલ મોકલો !
બહુ દિવસોથી કોઈ ખબર આવી નથી તમારી ,
બહુ થયું એક ખત હવે આજ કાલ મોકલો !
સજનવા દિવાળી........!

ઘરમાં બધું હડિયું કરતું હશે કંગાલ હાલમાં,
એ જ હાલમાં એક ફોટો પાયમાલ મોકલો !
ઘણા દિવસથી તમારી કશી ફિકર નથી થતી,
પાછી છળી મરું એવો કોઈ ખ્યાલ મોકલો !
સજનવા દિવાળી........!

હું આવી શકું તેમ નથી ને તમેય વ્યસ્ત છો ,
ચલો લખીને કાગળમાં જ વ્હાલ મોકલો !
બધા કરશે મોઢામોઢ શુભેચ્છા સ્વજનનોને ,
ચાલશે, લખીને જ મુબારક શાલ મોકલો !
સજનવા દિવાળી........!

તમે આવ્યા નહિ આખું વર્ષ એકલતા રહી ,
આંસુ લુછવા તમારો એક રૂમાલ મોકલો !
જુવો પરદેશથી પણ લોકો આવી ગયા છે ,
સજનવા દિવાળી આવી એક ટપાલ મોકલો !

@ વિકી ત્રિવેદી

મારા પેન્સિલ વર્ક સાથે એક ઊર્મિ કાવ્ય

Gujarati Story by Vicky Trivedi : 111044906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now