Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
સસરા નો સ્વભાવ જરા તીખો,
એમને તો ભાવે પાછો રોટલો,
રોટલાનો આકાર કેવો ગોળ ગોળ ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
સાસુજીનો સ્વભાવ જરા ખાટ્ટો,
કમરમાં પેરે છે પટ્ટો,
પટ્ટાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
દિયરનો સ્વભાવ જરા મીઠ્ઠો,
પાનનો મોઢામાં રાખે બીડલો,
બીડલાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
નણંદ નો સ્વભાવ જરા કડવો,
ને ભાવે એને તો લાડવો,
લાડવાનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...
જેઠનો સ્વભાવ જરા તૂરો,
ખીસામાં સોપારીનો ચૂરો,
સોપારીનો આકાર કેવો ગોળ ગોળ,
Hubby તું મારા સંગે મીઠું મીઠું બોલ બોલ...
Hubby તને મારા પર ભરોસો નઇ’કે...(3)

Gujarati Funny by Sujal Desai : 111040298
Vasani Kalpesh 4 years ago

કદર વ્યક્તિની ત્યાં જ થાય છે, જ્યાં તેની ગેરહાજરી છે. વ્યક્તિની હાજરીમાં તો બસ, તેની ઉપેક્ષા જ થાય છે. કલ્પેશ વાસાણી 'મીત'

Ssndeep 5 years ago

ખત્તરનાક સોંગ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now