Gujarati Song videos by aswin patanvadiya Watch Free

Published On : 15-Oct-2018 09:51pm

511 views

#GARBAROCKSTAR
મારી સ્વ રચીત રચના- ગરબો
શ્યામ ઢૂંડી રહ્યો.

ઓ..રે..ઓ..........રાધા(2)
શ્યામ ઢૂંડી રહ્યો, વૃદાવનમાં રે (2)
માથે મુગટમાં મોરનું પીંછ નથી (2)
હોઠ પર કાનનાં, મધુર હવે સ્મિત નથી(2)
શ્યામ ઢૂંડી રહ્યો.........
રાત- દિવસ એ બંસી બજાવતો..(2)
બંસી બજાવી એ તૂને રે બોલાવતો(2)
શ્યામ ઢૂંડી રહ્યો....
નંદનો કિશોર હવે, ધેનુ ચરાવે નહીં (2)
યશોદાનો કાન હવે, માખણ ખાય નહી (2)
શ્યામ ઢૂંડી રહ્યો........
રાધા વિના શ્યામતો રાસ એ રમે નહીં(2)
રાધાને શ્યામ વિના રાસ જામે નહીં (2)
શ્યામ ઢૂંડી રહ્યો.......
ઓ..રે...ઓ ....કાના, હું તારી રાધા (2)
તારો મારો પ્રેમતો, ભૂલે ભૂલાય નહીં .
શ્યામ રાસ રમીએ વૃંદાવનમાં રે(2)
મોરલી બજાવ તું, રાસ રચવા તું (2)
રાસ રમવાના ઘણા કોડ છે.એ.....(2)
શ્યામ રાસ રમીએ વૃંદાવનમાં રે(2)
રાસ જામી રહ્યો વૃંદાવનમાં રે..(2).

1 Comments

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

સરસ ?

Related Videos

Show More