#Kavyotsav
ઝરણું બનીને

ઊંડી ખીણમાં રહીને
તળાવ થવા કરતાં
ઊંચા પર્વત પરથી
વહેતું ઝરણું મને વધારે ગમશે
કારણ કે, ઝરણું સાગરને પામવા નદીનો સહારો લે છે
પછી સાગરને મળશે.
તેવી જ રીતે સ્વાર્થી થવા કરતાં
મને પરમાર્થી થવું ગમશે
કારણ કે, તારા પ્રેમને પામવાં
કોઈ એક સહારો તો
મને મળશે
અને કદાચ
તને નહિ પામી શકું
તો પ્રેમનો સાચો અર્થ તો
એ જ છે કે
પામવા કરતાં ગુમાવવું અને એ હું કરવા તૈયાર છું.
તારા માટે મારી દરેક ખૂશી કુરબાન
એથી જ કહે છે કે,
પ્રેમમાં આપણું પાત્ર ગૌણ અને તેનું પાત્ર મહત્વનું બની રહે છે.
તેથી જ હું
તને વધારે ચાહું છું એક ઝરણું બનીને.
- સોનલબા વાઘેલા

Gujarati Shayri by Sonalba Vaghela : 111034257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now