#Kavyotsav
હું તારી

આજથી મારા પ્રેમની સુવાસ તારી
મારું હૃદય તારું ને હૃદયમાં ધડકતી ધડકન તારી
આ રાત તારી ને રાતમાં રહેલી વાત તારી
મારો સોનેરી દિવસ તારો
ને એ દિવસની પ્યાસ તારી
આ સુંદર વહેતું ઝરણું તારું
ને એ ઝરણાનું ગીત પણ તારું
મેં જોયેલા સપના તારા
ને એ સપનાની જિદ પણ તારી
આ બધું એટલા માટે કે,
આજથી હંમેશાં હું તારી.
- સોનલબા વાઘેલા

Gujarati Shayri by Sonalba Vaghela : 111034254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now