#kavyotsav
#કાવ્યોત્સવ

ગીત - સંબંધ ઉછીના ..

આંખોના ખચકામાં વાવ્યુતું આંસુ , ઉગ્યા છે ફૂલ તેમાં ભીના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


એકાદ ક્ષણની વાત કહું કેમ કરી ,

જેને કહું છું , હું જિંદગી ,

આવી અનેક ક્ષણ મૂકી મંદિરમાં 

રોજ કરૂં તેની હું બંદગી ,


હવન સરીખો એક ભડકો છે ભીતરે , નાખો તેમાં તમે હવે ઘી ના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


ભીતરમાં ભટકીને યાદોને આપ્યું ,

થોડું ખાતર , થોડું પાણી ,

પછી પાનખરે જામી જો કેવી લીલોતરી ,

જાણે ભીતરે હો કોઈ ઉજાણી , 


આમ દૂર દૂર બેસીને , મારી વસંત ને , છાનીમાની તું હવે પી ના ,

આશાની ડાળી પર બેસીને લાગણીઓ , માંગે સંબંધ ઉછીનાં ....


-------અનિર્ણિત 

Gujarati Shayri by Bihag Trivedi : 111031969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now