દવાખાના માં બેશુધ્ધ પડેલી તે હજુ ય દદૅથી કણસી રહી હતી,ક્યારેક કંઇક યાદ કરી બચાવો બચાવોની ચીસ પાડી ઉઠતી તો ક્યારેક છોડી દેવાની વિનવણી કરતી રડી પડતી.
તેના મમ્મી પપ્પા અને ભાઇ બધા જ ત્રણ ત્રણ દિવસથી તેની આ હાલત જોઈને રડતા હતા.
કેટલાય અરમાનો સાથે હજુ તો વરસ પહેલાં જ બહેનની વિદાય કરી હતી અને પોતે એની રાખડીનું ઋણ ન ચૂકવી શકયો,એક ભાઇ પોતાની જાતને ધિક્કારી રહ્યો.
માતા પિતા પણ પોતાની લાડલીની આ દશા જોઈ એક પૈસાદાર પિતાના વંઠેલ દીકરા સાથે તેના લગ્ન કરવાના પોતાના નિણૅય પર પસ્તાઇ રહ્યા.
અને જીવન -મરણ વચ્ચે ઝોલાં ખાતી પોતાના જ પતિ દ્વારા પાશવી બળાત્કારનો ભોગ બનેલી દીકરીની જીંદગી માટે ભગવાનને વિનવણી કરી રહ્યા .

Gujarati Microfiction by Hetal Chaudhari : 111031542
dgshah 5 years ago

Your writing is shockingly emotional. do write something with happy ending.

jd 6 years ago

etle j jivan sathi ni pasandgi ma 17 var nai 1700 var vichar kari ne j select karo

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now