#MERAKRISHNA
કૃષ્ણ એક એવુ પાત્ર કે જેને આપણે આપણા કોઇપણ સંબંધ મા મુકીયે તો એ બંધબેસે. ખાસ કરીને સ્ત્રીઓને કૃષ્ણ ખુબ વ્હાલો છે. જયારે કૃષ્ણ અને સ્ત્રી વચ્ચે ની વાત નીકળીજ છે તો વિચારી જુઓ કે આ કૃષ્ણ સ્ત્રી સાથે કેવી રમત રમે છે. બન્નેની ઉમર એકબીજા ના વિરુધ્ધ મા ચાલે છે. જયારે એક નાની બાળકી કૃષ્ણ ને ભગવાન તરીકે જુએ છે. આજ બાળકી થોડી મોટી થાય એટલે કૃષ્ણ એના માટે મિત્ર બને છે. આ બાળકી જયારે યુવાની મા પ્રવેશ કરે છે. ત્યારે પ્રેમ ની ભાષા શીખવા પોતાને ગોપી અથવા રાધાના સ્થાને મુકીને કૃષ્ણ ને પ્રેમી માને છે. પછી લગ્નના માંડવા મા પોતાના પતી માં કૃષ્ણ ના ચહેરાને જોઇ પોતાનો માણીગર માને છે. અને ધીરે ધીરે ઉમર વધતા એ સ્ત્રી જયારે વૃધ્ધ બને છે ત્યારે એ કૃષ્ણ એના માટે એનો બાળક એટલે કે કાનો બને છે.
મે કૃષ્ણ ને પહેલો વહેલો પીધો હતો. માતા ના ધાવણ થકી એને પીધો છે. કારણ બાળક માટે માં નુ પ્રથમ ધાવણ અમૃત ગણાય છે અને કૃષ્ણ પણ અમૃત બની મને જીવાડે છે.
મારી માનુ ધાવણ શ્રી કૃષ્ણ,
જીવવાનુ કારણ શ્રી કૃષ્ણ
રોમે રોમે ને હર ઘબકારે
શ્રવાસો નુ આમંત્રણ શ્રી કૃષ્ણ

Gujarati Blog by Ashish J. Gajjar : 111028593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now