'આ છોકરીને જો પોતાનુ ઘર ભાંગવુ હોયતો એની મરજી પણ પછી મારા ઘરમાં  ના જોઇએ.'

'એકતો આજકાલ ની છોકરીઓને ક્યાંય એડજસ્ટ થવુ હોય નહિને આપણ‍ા બધાના માથે પડવુ...'

મા બાપ વિહોણી પતિની મારઝુડથી ત્રસ્ત વૃંદા માંડ ભાગીને કાકાના ઘરે આવી હતી પણ તેનુ આખુ કુટુંબ તેને ફરીથી સાસરે જવાજ દબાણ કરી રહ્યુ...

આંસુઓને લુછતી રડતી કકળતી વૃંદા ઘરની બહાર તો નીકળી ગઇ પણ ક્યાં જવુ તે વિચારે તે પહેલા તો તેના હાથથી બેગ લઇ ચાલતી વિભાના શબ્દો

'ચાલ હવે સંબંધ મા તુ ભારે પડતી હોઇશ , મૈત્રી મા નહિ.'ત્ય‍ાં ઉભેલ‍ા દરેક સંબંધીના ચેહરા પર તમાચો મારી મૈત્રીનુ મહત્વ સમજાવી ગયા

Gujarati Story by Darshita Jani : 111025817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now